ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળનું IndiaAI મિશન, ગુજરાત સરકાર અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીના સહયોગથી ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં પ્રાદેશિક પ્રી-સમિટ ઇવેન્ટ યોજાઇ હતી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી A.I. ઇમ્પેકટ રિજનલ કોન્ફરન્સમાં ગુજરાત AI Stack, ગુજરાત ક્લાઉડ એડોપ્શન ગાઇડલાઇન્સ લોન્ચ કરાયા હતા.. આ કાર્યક્રમમાં બે મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર થયા હતા જેમાં ગુજરાત સરકાર – Google – BHASHINI: બહુભાષીય AI, ગુજરાતી ભાષા મોડેલો અને ડિજિટલ પબ્લિક સર્વિસિસ માટે વ્યૂહાત્મક ભાગીદારી કરશે.
જ્યારે ગુજરાત સરકાર – GIFT City – Henox: રાજ્યમાં Cable Landing Station (CLS) સ્થાપવા માટે MoU, થી ગુજરાત વૈશ્વિક ડિજિટલ કનેક્ટિવિટી નું કેન્દ્ર બનશે અને ગ્રીન ડેટા ડેટા સેન્ટર્સને બળ પુરુ પાડશે તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું.
Site Admin | ડિસેમ્બર 11, 2025 1:48 પી એમ(PM)
ગુજરાતમાં ગાંધીનગર ખાતે એ આઈ ઇમ્પેકટ રિજનલ કોન્ફરન્સમાં ગુજરાત AI Stack અને ગુજરાત ક્લાઉડ એડોપ્શન ગાઇડલાઇન્સ 2025 લોન્ચ..