ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 15, 2025 5:57 પી એમ(PM) | Dwarka | Natural Farming | rajyapal

printer

ગુજરાતમાં આશરે દસ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે ગુજરાતમાં આશરે દસ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના મૂળ દ્વારકા ખાતે પ્રાકૃતિક ખેતી સંવાદમાં રાજ્યપાલે ખેડૂતોની પ્રાકૃતિક ખેતી અંગેની મૂંઝવણ જાણી તેનો ઉકેલ આપ્યો હતો. રાજ્યપાલે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ આત્મા દ્વારા નિર્મિત દેશી ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.

દરમિયાન જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના મરમઠ ગામમાં યોજાયેલા પ્રાકૃતિક ખેતી પરિસંવાદમાં રાજ્યપાલે રાસાયણિક ખેતીથી માનવજીવન અને પર્યાવરણને થતાં નુકસાન અંગે વિવિધ ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું.