સપ્ટેમ્બર 5, 2025 8:34 એ એમ (AM)

printer

ગુજરાતમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજસ્થાન, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્યપ્રદેશમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.દરમિયાન, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ બંગાળ સહિત ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, બિહાર, હિમાચલ પ્રદેશ અને તેલંગાણામાં ભારે પવન અને વીજળી સાથે વાવાઝોડાની આગાહી પણ કરી છે.આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઝારખંડ, મરાઠાવાડા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આજે દિલ્હી-NCRમાં ભારે વરસાદની શક્યતા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.