સમગ્ર ઉત્તર ગુજરાત પરથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. બે દિવસ બાદ ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે તેવી હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે.હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 28 સપ્ટેમ્બર સુધી ક્યાંક ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે.આજે ભારે વરસાદને લઈને કોઈ એલર્ટ નથી. પરંતુ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ અને 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેમ હવામાન વિભાગના વડા ડૉક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું.રાજ્યમાં વરસાદનું પ્રમાણ ધીમેધીમે ઘટી રહ્યું છે. આજે સવારે છ વાગે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓના પચાસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો માં સૌથી વધુ વરસાદ ડાંગના આહવામાં સાડા ચાર ઇંચ કરતાં વધુ વરસ્યો હતો રે ભાવનગરના મહુવામાં ત્રણ તેમજ સુરતના પલસાણામાં અઢી ઇંચ કરાતં વધુ વરસાદ ખાબક્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 23, 2025 9:36 એ એમ (AM)
ગુજરાતમાંથી ચોમાસુ બે દિવસમાં વિદાય લે તેવી હવામાન વિભાગની આગાહી