ગુજરાતમાંથી ઔદ્યોગિક મીઠાની પહેલી રેલ ખેપ કશ્મીર પહોંચી. કશ્મીર ઘાટીમાં માલ પરિવહન ક્ષેત્રે એક ઈતિહાસરૂપ સફળતા પ્રાપ્ત થઈ છે. એક 350 ટન ઔદ્યોગિક મીઠાની પહેલી રેલ ખેપ ગુજરાતના અમદાવાદ મંડળના ખારાઘોડા સ્ટેશનથી જમ્મુ-કાશ્મીરના અનંતનાગ સ્ટેશન પર સફળતાપૂર્વક પહોંચી છે. આ રેલ રેક લગભગ બે હજાર કિલોમીટરનો અંતર કાપીને ખારાઘોડાથી અનંતનાગ પહોંચી.
ખારાઘોડા ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું એક પ્રસિદ્ધ મીઠા ઉત્પાદન ક્ષેત્ર છે, જે લિટલ રણ ઓફ કચ્છની સીમા પર વસેલું છે.ખારાઘોડાનું મીઠું તેની ઉચ્ચ ગુણવત્તા અને શુદ્ધતા માટે જાણીતું છે. અહીં બનેલું મીઠું 98 ટકાથી વધુ સોડિયમ ક્લોરાઈડ ધરાવે છે.
આ ક્ષેત્રમાં આવેલી રિફાઈનરીઓ ઔદ્યોગિક અને ખાદ્ય બંને પ્રકારના મીઠાનું ઉત્પાદન કરે છે.આ ખેપનું ઉપયોગ ચામડાંના ઉદ્યોગ, સાબુ બનાવટ અને ઈંટ ભઠ્ઠીઓમાં કરવામાં આવશે.
Site Admin | ઓક્ટોબર 18, 2025 2:12 પી એમ(PM)
ગુજરાતમાંથી ઔદ્યોગિક મીઠાની પહેલી રેલ ખેપ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ સ્ટેશન પર પહોંચી
