નવેમ્બર 13, 2024 7:18 પી એમ(PM)

printer

ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર ૧૦૦ રૂપિયા પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે

ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર ૧૦૦ રૂપિયા પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે.. પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરું પાડવા રાજ્ય સરકારે નવી પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી: હોવાનું પશુપાલનમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું..આ યોજનાને વધુ અસરકારક બનાવવા ગુજરાત પશુધન વિકાસ બોર્ડ અને ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની વચ્ચે ગાંધીનગર ખાતે સમજૂતીના કરાર થયા હતા..
આ નવી યોજનાનો લાભ આપવા પશુપાલકો માટે આઈ-ખેડૂત પોર્ટલ ૧૪મી નવેમ્બરથી એક મહિનાસુધી ખુલ્લું મૂકાશે અને પ્રતિ પશુપાલક ૧ થી ૩ વેતરના હોય તેવા ગાય-ભેંસ વર્ગના મહત્તમ ૩ પશુઓ માટે સહાય અપાશે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના ૫૦ હજાર જેટલા પશુઓને આ યોજના હેઠળ આવરી લેવાનું સરકાર દ્વારા આયોજન કરાયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.