નવેમ્બર 27, 2025 7:39 એ એમ (AM)

printer

ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળવાના અવસરને રમત ગમત મંત્રીએ ગૌરવની ક્ષણ ગણાવી

વર્ષ 2030માં 100મી રાષ્ટ્રમંડળ રમતનું આયોજન કરવા માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે ગ્લાસગોમાં જનરલ એસેમ્બલીમાં 74 કોમનવેલ્થ દેશોના પ્રતિનિધિઓ દ્વારા આ નિર્ણયને
મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયા સહિત મહાનુભાવોએ આ નિર્ણયને વધાવતા આનંદ વ્યક્ત કર્યો.
મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ આપવાનો નિર્ણય દેશ માટે ગર્વની ક્ષણ છે.
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગેમ્સની યજમાની મળવાને ગૌરવ સમાન ગણાવ્યું હતું.