દેશના ગ્રોથ એન્જિન ગુજરાતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યની માથાદીઠ આવક પહેલી વાર 3 લાખ રૂપિયાને પાર થઈ છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે વર્ષ 2023-24માં 24 લાખ 62 હજાર કરોડ રૂપિયાના કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન-GSDP સાથે, ગુજરાત હવે મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક પછી ભારતના ટોચના પાંચ સૌથી મોટા અર્થતંત્રોમાં સ્થાન ધરાવે છે.
2012-13થી 2023-24ના સમયગાળા દરમિયાન ગુજરાતે સરેરાશ 8.42 ટકા વૃદ્ધિ દર હાંસલ કર્યો છે, જે 10 લાખ કરોડ રૂપિયાથી વધુની અર્થવ્યવસ્થા ધરાવતા તમામ મુખ્ય રાજ્યોમાં સૌથી વધુ છે.
Site Admin | ડિસેમ્બર 5, 2025 7:50 પી એમ(PM)
ગુજરાતની વધુ એક સિદ્ધિ – રાજ્યની માથાદીઠ આવક પહેલી વાર 3 લાખ રૂપિયાને પાર