અમદાવાદ શહેર પોલીસમાં મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પરમારે તાજેતરમાં અમેરિકામાં યોજાયેલી વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2025માં બે રજત ચંદ્રક જીતીને રાજ્ય અને દેશનું નામ રોશન કર્યું છે.
પ્રિયંકાએ પરમારે મહિલા ડબલ્સ અને મિક્સ ડબલ્સ બેડમિન્ટન સ્પર્ધામાં ચંદ્રક જીત્યા હતા. આ અંગે રાજયના પોલીસ વડા વિકાસ સહાયે તેમની સિદ્ધિને બિરદાવી હતી.
Site Admin | જુલાઇ 28, 2025 7:11 પી એમ(PM)
ગુજરાતની મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પરમારે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2025માં બે રજત ચંદ્રક જીત્યાં.