ગુજરાતની તમામ ટપાલ સેવાના કાર્યાલયોમાં એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજીના બીજા તબક્કાનો અમલ શરૂ થઇ ગયો છે. ઉત્તર ગુજરાત ક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે આ આધુનિક ટેકનોલોજીનો આરંભ કરાવ્યો હતો. આ આધુનિક સેવાના કારણે હવે લોકો સ્પીડ પોસ્ટ, રજીસ્ટર પોસ્ટ, આંતરરાષ્ટ્રીય પોસ્ટ પાર્સલ સેવા જેવી સેવા માટે ક્યુઆર કોડ સ્કેન કરીને યુપીઆઇ આધારિત ડિજીટલ ચૂકવણુ કરી શકશે તેમ શ્રી યાદવે જણાવ્યુ હતું.
Site Admin | જુલાઇ 22, 2025 2:52 પી એમ(PM)
ગુજરાતની તમામ ટપાલ સેવાના કાર્યાલયોમાં એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજીના બીજા તબક્કાનો અમલ શરૂ