ગુજરાતની જે ફાર્મા કંપનીઓમાં ઉત્પાદિત દવાઓના નમૂના નાપાસ થયાં હોય તેવી દવા કંપનીઓની તપાસ કરવામાં આવી રહી હોવાનું ખોરાક ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર હેમંત કોષિયાએ જણાવ્યુ હતું.
તેમણે કહ્યું, રાજ્યના નાગરિકોને સારી દવાઓ મળી રહે તે દિશામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સક્રિય છે. દવાની ગુણવત્તા જળવાઇ રહે તે માટે દર વર્ષે 10થી 12 હજાર નમૂનાઓ લેવામાં આવે છે. આ નમૂનામાંથી 3 થી 4 હજાર જેટલી દવાઓના નમૂના ફેઇલ જાય છે, તેમ તેમણે જણાવ્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 2, 2025 9:38 એ એમ (AM)
ગુજરાતની જે ફાર્મા કંપનીઓમાં ઉત્પાદિત દવાઓના નમૂના નાપાસ થયાં હોય તેવી દવા કંપનીઓની તપાસ કરાશે