જૂન 19, 2025 8:39 એ એમ (AM)

printer

ગુજરાતની કડી અને વિસાવદર સહિત ચાર રાજ્યની પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે આજે મતદાન

ચાર રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકો પર આજે પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે. ગુજરાતમાં બે વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે, જ્યારે કેરળ, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં એક-એક બેઠક પર પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે. સોમવારે મતગણતરી થશે.ગુજરાતની કડી બેઠક પર ધારાસભ્ય કરસન સોલંકીના અવસાન અને વિસાવદર બેઠક પર પણ ભૂપેન્દ્ર ભાયાણીના રાજીનામાને કારણે આ પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે. કેરળની નિલંબુર બેઠક પર પી.વી. અનવરે રાજીનામું આપાતા પેટાચૂંટણી યોજાઈ રહી છે, જ્યારે પંજાબની લુધિયાણા બેઠક પર વર્તમાન સભ્ય ગુરપ્રીત બસ્સી ગોગી અને પશ્ચિમ બંગાળની કાલીગંજ વિધાનસભા બેઠક પર વર્તમાન ધારાસભ્ય નસિરુદ્દીન અહેમદના અવસાનને કારણે પેટાચૂંટણી યોજઈ રહી છે.