ગુજરાતના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો માટેનાં વ્યવસ્થાતંત્રને વધુ મજબૂત બનાવવા સુરેન્દ્રનગર ખાતે ગુણવત્તા યાત્રા યોજાઈ હતી.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લો કાપડ અને મીઠા ઉદ્યોગોના કારણે દેશભરમાં પ્રખ્યાત છે. જિલ્લાની પ્રખ્યાત પટોળા સિલ્ક સાડીઓએ પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેમણે MSME માલિકોને સ્થાનિક ઉત્પાદન અને સેવાની ગુણવત્તા અને રાષ્ટ્રીય વિકાસ વચ્ચે સેતુ તરીકે કામ કરવા અનુરોધ કર્યો હતો.
આ યાત્રામાં ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ, ગુણવત્તા નિષ્ણાંતો, સરકારી અધિકારીઓએ ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટેના ઉપાયો વિશે ચર્ચા કરી હતી.
Site Admin | એપ્રિલ 17, 2025 3:18 પી એમ(PM)
ગુજરાતના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો માટેનાં વ્યવસ્થાતંત્રને વધુ મજબૂત બનાવવા સુરેન્દ્રનગર ખાતે ગુણવત્તા યાત્રા યોજાઈ
