ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 19, 2024 7:50 પી એમ(PM) | ગુજરાત

printer

ગુજરાતના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા યોજાઇ એક દિવસીય પરિષદ

ગુજરાતના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા યોજાઇ રહેલી આ એક દિવસીય પરિષદમાં આજે માઇક્રોન, ટ્યુબ ઇનવેસ્ટમેન્ટ, તાઇવાનની PSMC કંપની, તાતા ઇલેક્ટ્રોનિક્સના સહિતની સેમિકન્ડકર ક્ષેત્રની ટોચની કંપનીઓના પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત 20થી વધુ રાષ્ટ્રીય અને આતંરરાષ્ટ્રીય સંસ્થાઓઓનાં પ્રતિનિધિઓ આ પરિષદમાં ભાગ લીધો.
ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડના એમ.ડી. ગિરીશ અગ્રવાલે મુખ્યમંત્રીને પોર્ટ દ્વારા હાથ ધરાઈ રહેલા પ્રોજેક્ટની જાણકારી આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં તાતા ઇલેક્ટ્રોનિક્સના CEO રણધીર ઠાકુરે ગુજરાત સરકાર તરફથી ઉત્પાદન સુવિધાઓ શરૂ કરવા માટે મળી રહેલા સહયોગની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તાતા દ્વારા શરૂ થનારા પ્લાન્ટમાં પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને એક લાખથી વધુ રોજગાર અવસર મળશે..