ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 4, 2025 3:45 પી એમ(PM)

printer

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આકાશવાણી અમદાવાદ પરિસરની મુલાકાત લીધી

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દેશની પ્રાચીન પરંપરા જાળવવા બદલ અને સાંસ્કૃતિક વારસાને ભાવિ પેઢી સુધી પહોંચાડવામાં આકાશવાણીનાં પ્રદાનની પ્રશંસા કરી.
આજે આકાશવાણી અમદાવાદ પરિસરની મુલાકાતે આવેલા રાજ્યપાલે આકાશવાણીના અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધન કર્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ખાસ કરીને અંતરિયાળ વિસ્તારો સુધી શિક્ષણ અને મનોરંજનની સામગ્રી પહોંચાડવા માટે રેડિયો શક્તિશાળી માધ્યમ છે.