જાન્યુઆરી 15, 2026 8:06 એ એમ (AM)

printer

ગુજરાતના રાજકોટમાં રમાયેલી બીજી એક દિવસીય મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને સાત વિકેટથી હરાવ્યું

રાજકોટમાં રમાયેલી બીજી એક દિવસીય મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને સાત વિકેટથી હરાવ્યું. ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર થઇ છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપતા ભારતે 50 ઓવરમાં સાત વિકેટે 284 રન બનાવ્યા. જવાબમાં, ન્યૂઝીલેન્ડે ડેરિલ મિશેલના અણનમ 131 રનની મદદથી 15 બોલ બાકી રહેતા 285 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. ડેરિલ મિશેલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.ભારત તરફથી કે.એલ. રાહુલે 92 બોલમાં અણનમ 112 રન, જ્યારે કેપ્ટન શુભમન ગિલે 56 રન બનાવ્યા હતા. હર્ષિત રાણા, કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ એક-એક વિકેટ ઝડપી હતી. વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ 18 જાન્યુઆરીએ ઇન્દોરમાં રમાશે.