ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગરમાં નવા મંત્રીમંડળ સાથે બેઠક યોજાઈ હતી. તેમાં મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે.સત્તાવાર યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગૃહ, પોલીસ હાઉસિંગ, જેલ, સરહદ સુરક્ષા, ગૃહ રક્ષક દળ સહિતના વિભાગ, કનુ દેસાઈને નાણા વિભાગ, જિતેન્દ્ર વાઘાણીને કૃષિ અને મત્સ્યોદ્યોગ સહિતના વિભાગ, ઋષિકેશ પટેલને ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, કુંવરજી બાવળિયાને શ્રમ, કૌશલ્ય વિકાસ, નરેશ પટેલને આદિજાતિ વિકાસ, અર્જૂન મોઢવાડિયાને વન અને પર્યાવરણ, ડૉક્ટર પ્રદ્યુમન વાજાને સામાજિક ન્યાય અને સશક્તિકરણ, શિક્ષણ અને રમણ સોલંકીને ખાદ્ય, અન્ન પૂરવઠા અને ગ્રાહક બાબતનો વિભાગ સોંપવામાં આવ્યા.આ ઉપરાંત ઈશ્વરસિંહ પટેલ, પ્રફૂલ અને ડૉક્ટર મનીષા વકીલને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપાયો છે.જ્યારે પરષોત્તમ સોલંકી, કાંતિલાલ અમૃતિયા, રમેશ કટારા, દર્શના વાઘેલા, કૌશિક વેકરિયા, પ્રવિણ માળી, ડૉક્ટર જયરામ ગામિત, ત્રિકમ છાંગા, કમલેશ પટેલ, સંજયસિંહ મહિડા, પૂનમચંદ બરંડા, સ્વરૂપજી ઠાકોર અને રિવાબા જાડેજાને રાજ્યમંત્રી બનાવાયા છે.
Site Admin | ઓક્ટોબર 18, 2025 9:42 એ એમ (AM)
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવા મંત્રીમંડળ સાથે બેઠક દરમિયાન મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી
