ઓક્ટોબર 7, 2025 2:40 પી એમ(PM)

printer

ગુજરાતના મુખ્યમંત્રીથી લઇને દેશના પ્રધાનમંત્રી પદ સુધીના શાસનને 25 વર્ષ પૂર્ણ કરવાના અવસરે નરેન્દ્ર મોદીએ કહ્યું, છેલ્લા ૧૧ વર્ષમાં દેશમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા ૧૧ વર્ષમાં દેશમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે, પથદર્શક પહેલોએ દેશભરમાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતોને સશક્ત બનાવ્યા છે, ૨૫ કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર લવાયા છે.
પ્રસ્તૃત છે એક અહેવાલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની અગિયાર વર્ષની યાત્રાને યાદ કરતાં કહ્યું હતું કે,ભારત વૈશ્વિક અર્થતંત્રમાં મજબૂત બન્યુ છે. બંધારણના મૂલ્યો તેમના સતત માર્ગદર્શક રહે છે તેના પર ભાર મૂકતા, શ્રી મોદીએ આગામી વર્ષોમાં વિકસિત ભારતના સામૂહિક સ્વપ્નને સાકાર કરવા માટે વધુ સખત મહેનત કરવાની તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે રાષ્ટ્રની સેવા કરવાના ૨૫મા વર્ષમાં પ્રવેશ કરતી વખતે લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ તેમની યાત્રાને યાદ કરતા કહ્યું કે, આ વર્ષો ઘણા અનુભવોથી ભરેલા રહ્યા છે. જ્યારે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો, ત્યારે ઘણા લોકો માનતા હતા કે ગુજરાત ફરી ક્યારેય ઉભરી શકશે નહીં. પંરતુ સામૂહિક પ્રયાસોથી તેમણે ગુજરાતને સુશાસનના પાવરહાઉસમાં પરિવર્તિત કર્યું.