ગુજરાતના મહેસાણામાં યોજાયેલા પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં એક હજાર 200થી વધુ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનાથી ઉત્તર ગુજરાતમાં આશરે 3 લાખ 24 હજાર કરોડ રૂપિયાના રોકાણનો માર્ગ મોકળો થયો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાપન સત્રમાં જણાવ્યું હતું કે આ સમિટ ઉત્તર ગુજરાતની ઔદ્યોગિક વિકાસ હબ તરીકેની સંભાવના દર્શાવે છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના વિઝનને અનુરૂપ છે.
બે દિવસીય સમિટમાં 70થી વધુ દેશોના 440 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સહિત 29 હજારથી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
સમિટમાં 170 સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સ સહિત 410 થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો હતો.
Site Admin | ઓક્ટોબર 11, 2025 2:37 પી એમ(PM)
ગુજરાતના મહેસાણામાં યોજાયેલા પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં એક હજાર 200થી વધુ એમઓયુ પર હસ્તાક્ષર થયા.