ગુજરાતના બનાસકાંઠાના વાવની ખાલી પ઼ડેલી વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી 13મી નવેમ્બરના રોજ યોજાનારી છે. ત્યારે વાવ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ચૂંટણી નિરીક્ષકોની નિમણૂંક કરાઈ છે. આ પેટા ચૂંટણી માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે આર.કે સિંઘ અને ખર્ચ ઓબ્ઝર્વર તરીકે યોગેશ લોકેને જવાબદારી સોંપાઇ છે. આ બંને નિરીક્ષકો ખર્ચ અને અન્ય ચૂંટણી લક્ષીતમામ બાબતો ઉપર નજર રાખશે. ગેનીબેનનો લોકસભાની ચૂંટણીમાં વિજય થતાં સાંસદ બનતા તેમણે વાવના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતાં આ બેઠક ખાલી પડી હતી..
13 નવેમ્બરે ચૂંટણી યોજાયા બાદ 23મી નવેમ્બરે આ પેટા ચૂંટણીનું પરિણામ જાહેર કરાશે.
Site Admin | ઓક્ટોબર 26, 2024 3:47 પી એમ(PM)
ગુજરાતના બનાસકાંઠાના વાવની ખાલી પ઼ડેલી વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી 13મી નવેમ્બરના રોજ યોજાનારી છે
