ડિસેમ્બર 5, 2025 2:05 પી એમ(PM)

printer

ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં સ્વદેશોત્સવનું ઉદ્ધાટન કર્યુ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના યુનિર્સિટી ગ્રાઉન્ડ ખાતેથી સ્વદેશી જાગરણ મંચ દ્વારા આયોજીત સ્વદેશોત્સવનુ ઉદઘાટન કર્યુ હતું. સ્વદેશી વસ્તુઓ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરતાં આ ઉત્સવમાં સ્વદેશી ચીજવસ્તુઓ પ્રદર્શિત કરાઇ છે. તેઓ ત્યાંથી ગાંધીનગર તેમના અન્ય કાર્યક્રમમાં જવા રવાના થયા હતા.
અમિત શાહ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. શ્રી શાહ તેમની આ મુલાકાત દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, વાવ થરાદ અને બનાસકાંઠામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. શ્રી શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક મુખ્ય માળખાગત સુવિધાઓ અને જાહેર સુવિધા પરિયોજનાનું ઉદ્ઘાટન પણ કરશે
ત્યારબાદ આજે સાંજે તેઓ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે.