ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીના ગઈકાલે રાજકોટમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. સ્વર્ગીય વિજય રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદથી હવાઈમાર્ગે રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈમથક ખાતે લવાયો. ત્યાંથી તેમના પાર્થિવ દેહને સડક માર્ગે તેમના ઘરે લઈ જવાયો હતો. અશ્રુ ભીની આંખે અંતિમ વિદાય બાદ તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. આજે બપોર બાદ રાજકોટ ખાતે પ્રાર્થના સભા યોજાશે. જ્યારે ગાંધીનગર ખાતે 19 જૂને પ્રાર્થના સભા યોજાશે.
Site Admin | જૂન 17, 2025 9:16 એ એમ (AM)
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીના રાજકોટમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા