પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી. આ બેઠક દરમિયાન ભારત અને યુએઈ વચ્ચે સંરક્ષણ, અવકાશ, ઉર્જા, સુપરકોમ્પ્યુટિંગ અને ખાદ્ય સુરક્ષા ક્ષેત્રોમાં અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું કે વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી, અવકાશ માળખાગત વિકાસ અને તેના વ્યાપારીકરણ પર સંયુક્ત પહેલ અને ગુજરાતના ધોલેરામાં એક ખાસ રોકાણ ક્ષેત્રના વિકાસમાં યુએઈની ભાગીદારીના ક્ષેત્રમાં કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.વિદેશ સચિવે જણાવ્યું કે, ગુજરાતના ધોલેરામાં એક ખાસ રોકાણ ક્ષેત્રના વિકાસમાં યુએઈની ભાગીદારીનો હેતુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, પાઇલટ તાલીમ શાળા, સ્માર્ટ શહેરી ટાઉનશીપ અને રેલ્વે કનેક્ટિવિટી અને ઉર્જા માળખાગત સુવિધાઓ સંબંધિત પ્રોજેક્ટ્સની સ્થાપના કરવાનો છે. તેમણે કહ્યું કે બંને દેશો દ્વિપક્ષીય નાગરિક પરમાણુ સહયોગને પ્રોત્સાહન આપશે. શ્રી મિસરીએ એમ પણ કહ્યું હતું કે ફર્સ્ટ અબુ ધાબી બેંક અને ડીપી વર્લ્ડ ગિફ્ટ સિટી ગુજરાતમાં તેમની ઓફિસો શરૂ કરશે.
Site Admin | જાન્યુઆરી 20, 2026 8:12 એ એમ (AM)
ગુજરાતના ધોલેરામાં વિકાસ કાર્યોની ભાગીદારીના કરાર, સહીત ભારત અને યુએઈ સંરક્ષણ, અવકાશ, ઉર્જા, ખાદ્ય સુરક્ષા ક્ષેત્રોમાં સહયોગ સાધશે