ઓગસ્ટ 10, 2025 2:28 પી એમ(PM)

printer

ગુજરાતના દેવભૂમિ દ્વારકા ખાતે વિશ્વ સિંહ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહ્યું,ગુજરાતનાં સાવજ આજે દેશની અસ્મિતાનું પ્રતિક બન્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટીંબડીખાતે વિશ્વ સિંહ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં શ્રી પટેલે જણાવ્યું કે વન્ય પ્રાણીસંરક્ષણના રાજ્ય સરકારના સાતત્યપૂર્ણ અભિગમને કારણે ગીરના સિંહોની સંખ્યામાં ઉતરોત્તર વધારો થયો છે. ગુજરાત સિંહપ્રેમીઓ માટે પસંદગીનું સ્થળ છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં સિંહોની સંખ્યા વધીને 891 થઈ છે, સિંહની વધતી સંખ્યા આપણાં માટે ગૌરવની વાત છે. શ્રી પટેલે કહ્યું, સિંહના વિસ્તરણનો વિસ્તાર ગત અઢી દાયકામાં ત્રણ જિલ્લાથી વધીને આજે 11 જિલ્લામાં વિસ્તર્યો છે.                 
આ પ્રસંગે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ એ કહ્યું ગુજરાતે સિંહની વસ્તી અને સિંહના પ્રાકૃતિક પરિસર એમ બંને પ્રોજેક્ટ પૂર્ણ કર્યા.