ડિસેમ્બર 25, 2025 9:37 એ એમ (AM)

printer

ગુજરાતના જંગલો અને અરવલ્લી પહાડીઓના રક્ષણ માટે સરકાર કટિબદ્ધ હોવાનુ જણાવતા વન મંત્રી અર્જુન મોઢવાડિયા

ગુજરાતના જંગલો અને અરવલ્લી પહાડીઓના રક્ષણ માટે રાજ્ય સરકાર હરહંમેશ કટિબદ્ધ હોવાનુ વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. રાજ્યના અરવલ્લી પર્વતમાળા વિસ્તારમાં આજ સુધી ક્યારેય ખનન કે વ્યાપારી પ્રવૃત્તિઓને મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં પણ આપવામાં નહીં આવે તેમજ અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે સુપ્રીમ કોર્ટના આદેશોનું રાજ્ય સરકાર ચુસ્તપણે પાલન કરશે, તેમ પણ તેમણે કહ્યું હતું.