પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આજે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ ગુજરાતના કરમસદથી રાષ્ટ્રીય પદયાત્રાનો આરંભ થયો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રાષ્ટ્રીય પદયાત્રાનો આરંભ કરાવ્યો હતો. ૧૧ દિવસની આ પદયાત્રા ૬ ડિસેમ્બરે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સંપન્ન્ થશે, જે આશરે ૧૯૦ કિલોમીટરનું અંતર કાપશે. આ પદયાત્રા સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં એક રાષ્ટ્રવ્યાપી પહેલ છે.
Site Admin | નવેમ્બર 26, 2025 1:57 પી એમ(PM)
ગુજરાતના કમરસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવ્યો