સપ્ટેમ્બર 29, 2025 8:56 એ એમ (AM)

printer

ગુજરાતનાં રમતવીરોને શ્રેષ્ઠ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતનાં અમદાવાદ ખાતે ૧૧મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાવતાં કહ્યું કે, ગુજરાતનાં રમતવીરોને શ્રેષ્ઠ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે.તેમણે ઉમેર્યુ કે છેલ્લા બે વર્ષમાં વિવિધ યોજનાઓમાંથી આંતરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાતના ૭૩ ખેલાડીઓએ ૩૮ ગોલ્ડ, ૫૪ સિલ્વર અને ૪૬ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં બોલતા તેમણે ઉમર્યું હતું કે છેલ્લાં ૧૦ વર્ષમાં ભારતના સ્પોર્ટ્સ સેક્ટરનું પરિદૃશ્ય સંપૂર્ણપણે બદલાયું છે.મુખ્યમંત્રીએ ૨૦૦ મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધાના વિજેતાઓને મુખ્યમંત્રીના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ ચેમ્પિયનશીપ 11 ઓક્ટોબર સુધી યોજાશે.