આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે ગુજરાત, કર્ણાટક, તેલંગાણા, બિહાર અને આસામને લાભ આપતા ત્રણ પ્રોજેક્ટ્સના મલ્ટી-ટ્રેકિંગ અને ગુજરાતના કચ્છના દૂરના વિસ્તારોને જોડવા માટે એક નવી રેલ્વે લાઇનને મંજૂરી આપી છે.
પ્રસ્તાવિત નવી લાઇનનો અંદાજિત ખર્ચ 2 હજાર 5 સો 26 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટ 3 વર્ષમાં પૂર્ણ થશે. નવી રેલ્વે લાઇન ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા ઉપરાંત મીઠું, સિમેન્ટ, કોલસો, ક્લિંકર અને બેન્ટોનાઇટના પરિવહનમાં પણ મદદ કરશે. આ પ્રોજેક્ટમાં હડપ્પાના સ્થળો ધોળાવીરા, કોટેશ્વર મંદિર, નારાયણ સરોવર અને લખપત કિલ્લાને પણ આવરી લેવામાં આવશે. આ રેલ્વે લાઇનથી, 13 નવા રેલ્વે સ્ટેશન ઉમેરવામાં આવશે જેનો લાભ 866 ગામો અને લગભગ 16 લાખ લોકોને મળશે.
Site Admin | ઓગસ્ટ 27, 2025 7:35 પી એમ(PM)
ગુજરાતનાં કચ્છના દૂરના વિસ્તારોને જોડતી નવી રેલ લાઇનને આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની મંજૂરી.
