નુકસાન ગ્રસ્ત માર્ગ અને બ્રિજની સમસ્યાઓના નિવારણ માટેની એપ્લિકેશન ‘ગુજમાર્ગ’ કાર્યરત છે. આ એપ્લિકેશન મારફતે છેલ્લા છ મહિનામાં 99.66 ટકા ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવ્યું છે.
માળખાકીય સુવિધાઓ સંબંધિત ફરિયાદો સીધી માર્ગ અને મકાન વિભાગ સુધી પહોંચાડવા માટેનું એક સરળ મંચ એટલે ‘ગુજમાર્ગ’ એપ. આ એપ્લિકેશનના માધ્યમથી છ મહિનામાં 3 હજાર 632માંથી 3 હજાર 620 ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવ્યું છે. જ્યારે બાકીની 7 જેટલી ફરિયાદો પર કામગીરી પ્રગતિમાં છે. આ એપ પર અત્યાર સુધીમાં કુલ 10 હજાર કરતાં વધુ નાગરિકોની નોંધણી કરવામાં આવી છે. ત્યારે રસ્તાઓ પરના ખાડા, ક્ષતિગ્રસ્ત પુલ જેવી સમસ્યાઓની જાણ ‘ગુજમાર્ગ’ એપ્લિકેશન પર કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.