ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 16, 2025 9:21 એ એમ (AM)

printer

ગુજકોસ્ટ દ્વારા વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી નિમિત્તે આજે રાજ્યભરમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન

વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી નિમિત્તે આજે ગુજકોસ્ટ વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરશે. રાજ્યભરમાં ગુજકોસ્ટના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો અને જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રો આજે વિશ્વ ઓઝોન દિવસનાં કાર્યક્રમોનું આયોજન કરશે.ઉલ્લેખનીય છે કે વિશ્વ ઓઝોન દિવસનો હેતુ ઓઝોન સ્તરને સુરક્ષિત રાખવા અને વાતાવરણને સ્વચ્છ રાખવાનો સંદેશ પ્રસરાવવાનો છે. આરોગ્યને જાળવવાનો સંદેશ આપવાનો છે. કાર્યક્રમમાં પરસ્પર ચર્ચા સત્રો, તથા વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. જેમાં તેઓ ઓઝોન સ્તરનું મહત્વ, આબોહવાની સ્થિરતા સાથે તેનો સંબંધ, તથા પર્યાવરણને ટકાવી રાખવા માટેની જરૂરી પ્રથાઓ વિશે સમજ આપશે.આ ઉજવણી રાજ્યના તમામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રો અને ભારતભરના વિવિધ વિજ્ઞાન-ટેકનોલોજી પરિષદો સુધી જીવંત પ્રસારણ થકી પહોંચાડવામાં આવશે. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં વૈજ્ઞાનિક ચેતના વધારવો અને પર્યાવરણ માટે જવાબદાર વલણ વિકસાવવાનો છે.