ગુજકોમાસોલ દ્વારા રાજ્યમાં “વન ડિસ્ટ્રીક્ટ, વન ક્રોપ” અંતર્ગત દરેક જિલ્લામાં એક પ્રોસેસિંગ યુનિટ ઊભું કરાશે. ગાંધીનગરમાં ગુજકોમાસોલની 64મી વાર્ષિક સાધારણ સભા દરમિયાન ગુજકોમાસોલના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ આ મુજબ જણાવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, સહકાર સે સમૃદ્ધિના ધ્યેયને ચરિતાર્થ કરવામાં રાજ્યની સહકારી સંસ્થાઓએ સહકાર ક્રાંતિથી દેશમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે. તેમણે ઉમેર્યું, નવી સહકાર નીતિ મુજબ સંસ્થાઓ કોમ્પ્યુટરાઈઝ્ડ અને અદ્યતન થઈ રહી છે. ત્યારે ઈ-નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ દ્વારા અંદાજે 1500 એ.પી.એમ.સી.ને જોડવામાં આવી છે.
આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વાર્ષિક 10 હજાર કરોડથી વધુનું ટર્નઓવર અને સરકારના ધોરણો અનુસાર 20 ટકા જેટલું ઊંચું ડિવિડન્ડ આપીને ગુજકોમાસોલ રાજ્યની મહત્વપૂર્ણ સહકારી સંસ્થા બની છે.
Site Admin | ઓગસ્ટ 29, 2025 7:31 પી એમ(PM)
ગુજકોમાસોલ દ્વારા રાજ્યમાં “વન ડિસ્ટ્રીક્ટ, વન ક્રોપ” અંતર્ગત દરેક જિલ્લામાં એક પ્રોસેસિંગ યુનિટ ઊભું કરાશે