ફેબ્રુવારી 6, 2025 3:23 પી એમ(PM) | ગીર સોમનાથ

printer

ગીર સોમનાથ જિલ્લામાં ખનીજના ગેરકાયદેસર ખનન સામે ગઈ કાલે કાર્યવાહી કરવામાં આવી હતી

ગીર સોમનાથ જિલ્લામાં ખનીજના ગેરકાયદેસર ખનન સામે ગઈ કાલે કાર્યવાહી કરવામાં આવી હતી. ખાણ અને ખનીજ કચેરી, ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા કુલ છ ચકરડી મશીન, બે જનરેટર મશીન અને એક ટ્રેકટર સહિત અંદાજિત 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ગીર ગઢડાના રાતડ ખાતેથી લાઇમ સ્ટોન ખનીજના ગેરકાયદેસર વહન કરનાર એક ટ્રેકટર જપ્ત કરાયું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.