ગીર સોમનાથ જિલ્લાની 84 કોલેજને તમાકુ મુક્ત જાહેર કરવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શનમાં આ કોલેજોમાં રૂબરૂ મુલાકાત લઈ માર્ગદર્શિકા મુજબ મુલ્યાંકન કરી તેને તમાકુ મુક્ત જાહેર કરાઇ છે. બીજી તરફ જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય શાખા દ્વારા તમાકુ મુક્ત યુવા અભિયાનના ત્રીજા તબક્કા અંતર્ગત જિલ્લાને તમાકુ મુક્ત કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તે અંતર્ગત કલેકટર દ્વારા તમામ સરપંચ તથા તલાટી કમ મંત્રીને તમામ ગામો સ્મોક ફ્રી થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 17, 2025 2:46 પી એમ(PM)
ગીર સોમનાથ જિલ્લાની 84 કોલેજને તમાકુ મુક્ત જાહેર કરવામાં આવી.