ગીર સોમનાથ જિલ્લાના સૈયદ રાજપરા ખાતે ગ્રામજનોને નુક્કડ નાટકના માધ્યમથી આરોગ્યલક્ષી સમજ અપાઈ. આરોગ્ય વિભાગ દ્વારા નવી માતા અને 5 વર્ષથી નાના બાળકોના આરોગ્ય અંગે ચલાવાતી ખાસ ઝુંબેશ “સાંસ” અંતર્ગત યોજાયેલ આ નાટકમાં અભિનય દ્વારા WHO ના આરોગ્યના સાત સૂત્રો અને ઓ.આર.એસ. બનાવવાની સાચી રીત, વિગેરે વિષય પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પ્લાન ઈન્ડિયા સંસ્થાના સ્ટેટ મેનેજર, ગીર સોમનાથ જિલ્લાના બ્લોક ઓફિસર, શાળાના આચાર્યશ્રી, સરપંચશ્રી, તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 7:24 પી એમ(PM)
ગીર સોમનાથ જિલ્લાના સૈયદ રાજપરા ખાતે ગ્રામજનોને નુક્કડ નાટકના માધ્યમથી આરોગ્યલક્ષી સમજ અપાઈ
