ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામમાંથી લાઈમ સ્ટોનની ચોરી પકડાઈ છે. મહેસૂલ વિભાગ તથા ખાણ-ખનીજ કચેરીની સંયુક્ત ટીમે વિઠ્ઠલપુર ગામની ક્વોરી લીઝની તપાસ કરી માપણી કરી હતી. જેમાં 85 હજાર 764 મેટ્રિક ટન જથ્થો ગેરકાયદેસર રીતે નિકાસ કરાયો હોવાનું જણાયુ હતું. ગેરકાયદેસર નિકાસ બાબતે કુલ 4 કરોડ 32 લાખ રૂપિયાની દંડની રકમ વસૂલવા બાબતે કાર્યવાહી હાથ ધરાઇ હતી.
Site Admin | માર્ચ 6, 2025 7:14 પી એમ(PM)
ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામમાંથી લાઈમ સ્ટોનની ચોરી પકડાઈ