જાન્યુઆરી 20, 2026 10:03 એ એમ (AM)

printer

ગીર સોમનાથના પ્રભાસપાટણમાં રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનો પ્રારંભ

ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણના ‘સદભાવના મેદાન’ ખાતે સાંસદ રાજેશ ચુડાસમાએ રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો. 69મી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત આ સ્પર્ધામાં સાંસદે ટૉસ ઉછાળી અંડર-17 ગર્લ્સની ગુજરાત અને દિલ્હી વચ્ચેની લીગ મેચથી પ્રારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધામાં વિવિધ રાજ્યોના 600 ખેલાડીઓ પોતાનું કૌશલ્ય દેખાડશે. શ્રી ચુડાસમાએ તમામ ખેલાડીઓને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાની શુભકામના પાઠવતાં કહ્યું કે, ‘મોબાઈલમાં નહીં, મેદાનમાં રહીએ’ તો પ્રતિભા ઉત્કૃષ્ટ રીતે ખીલશે અને શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકાશે.જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયે કહ્યું કે, ગીર સોમનાથ જિલ્લામાં આ પ્રકારની સ્પર્ધા પ્રથમવાર યોજાઈ રહી છે અને તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.