ગીર સોમનાથ જિલ્લાના ખેલાડી ધાર્મિક કુહાડા જાપાન વર્લ્ડ કરાટે ચૅમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મળતી માહિતી મુજબ, વેરાવળના ધાર્મિક કુહાડા આગામી 17 ઑગસ્ટે જાપાનમાં યોજાનારી સ્પર્ધામાં ભાગ લેશે.
આ સ્પર્ધામાં 40 દેશના ખેલાડીઓ વચ્ચે મુકાબલો થશે.
વેરાવળ તાલુકાના ખેલાડી ધાર્મિક કુહાડાના પિતા માછીમારી કરે છે. હાલમાં આ ખેલાડી સ્પર્ધાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે વેરાવળ સમસ્ત ખારવા સમાજે તેમનું સન્માન કરી ભારતનો વિજય થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી.
Site Admin | ઓગસ્ટ 11, 2025 12:10 પી એમ(PM)
ગીર સોમનાથના ખેલાડી ધાર્મિક કુહાડા જાપાન વર્લ્ડ કરાટે ચૅમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે