ફેબ્રુવારી 19, 2025 7:47 પી એમ(PM)

printer

ગીર સોમનાથના કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામે ગેરકાયદેસર ખનીજ ખોદકામને લઈને ૭ કરોડ ૬૮ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે

ગીર સોમનાથના કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામે ગેરકાયદેસર ખનીજ ખોદકામને લઈને ૭ કરોડ ૬૮ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અમારા ગીર સોમનાથના પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે, વિઠ્ઠલપુર ગામમાં મહેસુલ અને ખાણ ખનીજની ક્ષેત્રીય ટીમ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ક્વોરી લિઝની બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજની તપાસ કરી માપણી કરવામાં આવી હતી. તેમાં આશરે ૧ લાખ ૫૨ હજાર મેટ્રિક ટન જથ્થો ગેરકાયદેસર નિકાસ કરવામાં આવી હોવાનું જણાયું
હતું.