માર્ચ 22, 2025 7:18 પી એમ(PM)

printer

ગીર અભયારણ્યમાં સિંહ, દીપડા સહિત વન્ય પ્રાણીઓને ઉનાળામાં પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે ગીર પશ્ચિમ વિભાગ દ્વારા હાલ 271 જેટલા પાણીના કૃત્રિમ પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા છે.

ગીર અભયારણ્યમાં સિંહ, દીપડા સહિત વન્ય પ્રાણીઓને ઉનાળામાં પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે ગીર પશ્ચિમ વિભાગ દ્વારા હાલ 271 જેટલા પાણીના કૃત્રિમ પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા છે. નાયબ વન સંરક્ષક પ્રશાંતકુમાર તોમરે જણાવ્યું કે, ગીર જંગલમાં 201 જેટલા જળ સ્ત્રોત સૌર ઉર્જાથી ભરવામાં આવે છે. આ ઉપરાંત બોર અને ડંકીની મદદથી પણ જળાશયો ભરીને પ્રાણીઓ અને પક્ષીઓની તરસ છીપાવવાનો આશય છે.
શ્રી તોમરે ઉમેર્યું હતું કે બૃહદગીરના અંતરિયાળ વિસ્તારમાં પાણીના 34 પોઇન્ટમાં ટેન્કરના માધ્યમથી પાણી પહોંચાડવામાં આવે છે. ગયા વર્ષે સારો વરસાદ વરસ્યો હોવાથી ગીર જંગલમાંથી વહેતી નદી અને ઝરણાઓમાં જળ રાશિનો વિપુલ જથ્થો ઉપલબ્ધ છે.