ડિસેમ્બર 27, 2024 7:20 પી એમ(PM) | ગીરસોમનાથ

printer

ગીરસોમનાથ જિલ્લામાં તાલાળા તાલુકાના ધ્રામણવા ગામમાં જિલ્લા સામાજિક ઑડિટર દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગે માહિતી આપવામાં આવી

ગીરસોમનાથ જિલ્લામાં તાલાળા તાલુકાના ધ્રામણવા ગામમાં જિલ્લા સામાજિક ઑડિટર દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગે માહિતી આપવામાં આવી હતી. સામાજિક ઑડિટ અંતર્ગત યોજાયેલી ગ્રામસભામાં ગ્રામ ગ્રામજનોને તેમના પ્રશ્નો અંગે યોગ્ય માર્ગદર્શન અપાયું હતું. તેમજ NSAP અંતર્ગતના લાભો અંગેની માહિતીનો પ્રચાર પ્રસાર કરાયો હતો. તેમજ વધુને વધુ લોકો સરકારી યોજનાઓનો લાભ મેળવે તેવી અપીલ કરવામાં આવી હતી.