ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 12, 2025 6:34 પી એમ(PM) | ગીરસોમનાથ

printer

ગીરસોમનાથ જિલ્લાના કોડીનારના ખનીજચોરો સામે કડક કાર્યવાહી કરી

ગીરસોમનાથ જિલ્લાના કોડીનારના ખનીજચોરો સામે કડક કાર્યવાહી કરી તેમને 75 કરોડ 23 લાખ રૂપિયાનો દંડ કરાયો છે. ગીરસોમનાથના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે, મહેસૂલ વિભાગ અને ખાણ ખનીજ કચેરીની સંયુક્ત ટુકડીએ 14 લાખ 93 હજાર 126 મેટ્રિક ટન લાઈમસ્ટૉનની ખનીજચોરી બદલ આ દંડ કર્યો છે.
કોડિનાર તાલુકામાંથી ત્રણ લાખ 7 હજાર 533 મેટ્રિક ટન, પાંચ લાખ 40 હજાર 562 મેટ્રિક ટન અને ત્રણ લાખ 12 હજાર 924 મેટ્રિક ટન, ત્રણ લાખ 32 હજાર 107 મેટ્રિક ટન ગેરકાયદેસર ખનીજચોરી પકડવામાં આવી છે. આ તમામની દંડની રકમ વસૂલવા અંગે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ