ગીરસોમનાથમાં 108 ઍમ્બુલૅન્સના કર્મચારીએ દર્દીનો છ લાખ રૂપિયાથી વધુનો સામાન પરત કરીને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. અમારા પ્રતિનિધિ જણાવે છે, ગત રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ સોમનાથના ઉનાના શિલોજ ગામ પાસે અકસ્માતનો 108-ને કૉલ મળ્યો હતો. ત્યારબાદ 108 ઍમ્બુલૅન્સની ટીમે ઘટનાસ્થળે પહોંચી દર્દીને હૉસ્પિટલ ખસેડ્યો હતો.
દર્દીના સામાનની તપાસ કરતાં તેમાંથી સોના ચાંદીના દાગીના, મોબાઈલ સહિત કુલ છ લાખ રૂપિયાથી વધુનો સામાન મળતાં 108-ના કર્મચારીઓએ દર્દીઓને સામાન પરત કર્યો હતો.
Site Admin | ડિસેમ્બર 4, 2025 2:47 પી એમ(PM)
ગીરસોમનાથમાં 108 ઍમ્બુલૅન્સના કર્મચારીએ દર્દીનો છ લાખ રૂપિયાથી વધુનો સામાન પરત કરીને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું.