ઓક્ટોબર 6, 2025 4:38 પી એમ(PM)

printer

ગીરસોમનાથમાં મોડી રાત્રે એક મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ

ગીરસોમનાથમાં મોડી રાત્રે એક મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે, વેરાવળના ખારવાવાડ વિસ્તારમાં આવેલા આઝાદ ચૉક ખાતે મોડી રાત્રે સર્જાયેલી આ દુર્ઘટનામાં માતા અને પુત્રી તેમજ મકાનની નીચે ઊભેલા એક બાઈકસવારનું મોત નીપજ્યું છે. જ્યારે બે ઇજાગ્રસ્તોને સારવાર માટે વેરાવળની હૉસ્પિટલમાં ખસેડાયા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.