ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 18, 2024 7:47 પી એમ(PM) | ગિરીશચંદ્ર મુર્મુ

printer

ગિરીશચંદ્ર મુર્મુ દ્વારા આંતરરાષ્ટ્રીય ઓડિટ તાલીમ કેન્દ્ર- iCAL નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

રાજકોટના એ.જી.ઓફિસ કેમ્પસ ખાતે આજે દેશના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ગિરીશચંદ્ર મુર્મુ દ્વારા આંતરરાષ્ટ્રીય ઓડિટ તાલીમ કેન્દ્ર- iCAL નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
ઉદ્ઘાટન પ્રસંગે બોલતા શ્રી મુર્મુએ જણાવ્યું કે,iCAL પ્લેટફોર્મ જવાબદારી અને શાસન વધારવા માટે સ્થાનિક સરકારોમાં નીતિ ઘડવૈયાઓ,વહીવટકર્તાઓ અને ઓડિટર્સ વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપે છે. વિવિધ દેશોમાં થઇ રહેલી સરકારી સંસ્થાઓની વિભિન્ન ઓડિટ પદ્ધતિનો આધુનિક અભ્યાસ કરાવવામાં અને તેના આદાન-પ્રદાન થકી કાર્ય પ્રણાલિમાં ગુણવત્તાયુક્ત ફેરફાર કરવામાં આ સંસ્થા મહત્વનું યોગદાન આપશે. દેશની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પારદર્શકતા લાવવામાં આ સંસ્થા મહત્વપૂર્ણ સાબિત થવાનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો.
આ તાલીમ કેન્દ્રમાં વૈશ્વિક કક્ષાની તાલીમ પામનાર વ્યક્તિઓ રાજ્ય,રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાને શ્રેષ્ઠ ઓડિટર તરીકેની સેવા આપી શકશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.