ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે દર વર્ષની જેમા આ વર્ષે પણ સાપુતારા મોનસૂન ફેસ્ટિવલનો આજથી આરંભ થઇ રહ્યો છે. આ ઉજવણી દરમિયાન સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે જેને કારણે પ્રવાસનની સાથે-સાથે સ્થાનિક રોજગારીને પણ પ્રોત્સાહન મળે છે.
આ વર્ષે સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ આજથી 17 ઓગસ્ટ 2025 દરમિયાન યોજાશે અને તેના વિવિધ આકર્ષણોથી મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરશે. આ ઉત્સવની ઉજવણી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને પ્રાદેશિક પ્રવૃત્તિઓ જીવંત બની જશે.
Site Admin | જુલાઇ 26, 2025 11:04 એ એમ (AM)
ગિરિમથક એવા સાપુતારામાં પ્રવાસીઓને આકર્ષતો મોનસૂન ફેસ્ટિવલ આજથી આરંભાશે