ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર I.F.S.C.માં ફંડ વર્ષ 2030 સુધીમાં 100 અબજ ડોલરને પાર થશે. અગ્રણી વૈકલ્પિક રોકાણ મંચ દ્વારા આ અંદાજ વ્યક્ત કરાયો છે.I.F.S.C.ના જણાવ્યા મુજબ જૂન 2025 સુધીમાં કુલ એસેટ મેનેજમેન્ટ કમિટમેન્ટ્સ અને A.U.M. 23.5 અબજ U.S. ડોલરે રહી હતી. જે 35 ટકાના અંદાજિત વૃદ્ધિદર સાથે તે 100 અબજ U.S. ડોલરનો આંક વટાવે તેવી સંભાવના છે.આજે ગિફ્ટ સિટી ક્લબ ખાતે ગિફ્ટ સિટી ફંડ્સ કોન્ક્લેવ 2025નું આયોજન કરાયું છે. આ કોન્ક્લેવમાં ભારતની ભંડોળ સંચાલન માળખાના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે નીતિ ઘડનારાઓ, ફંડ મેનેજર્સ અને N.R.I. તથા વૈશ્વિક રોકાણકારો ઉપસ્થિત રહેશે.
Site Admin | ઓગસ્ટ 22, 2025 10:59 એ એમ (AM)
ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રમાં ફંડ વર્ષ 2030 સુધી 100 અબજ ડોલરને પાર થશે