ગામડાઓને વધુ સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે આજથી રાજ્યવ્યાપી “આપણું શૌચાલય, આપણું ગૌરવ” અભિયાનનો પ્રારંભ

રાજ્યના ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે ગામડાઓને વધુ સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે આજથી રાજ્યવ્યાપી “આપણું શૌચાલય, આપણું ગૌરવ” અભિયાનનો પ્રારંભ કરાવ્યો  છે. ગાંધીનગર ખાતે વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી નિમિત્તે પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, દેશના ગામડાઓ વધુ સ્વચ્છ બને, ઘન કચરાનો યોગ્ય નિકાલ થાય, સુદ્રઢ ગટર વ્યવસ્થા હોય અને સ્વચ્છતા થકી નાગરિકોના આરોગ્યને વધુમાં વધુ ગુણવત્તાયુક્ત બનાવવાના હેતુથી આ અભિયાન શરૂ કરાયું છે.પટેલે ૪ સફાઈકર્મીઓને સન્માનપત્ર અને વ્યકતિગત શૌચાલયના 5 લાભાર્થીઓને મંજૂરીપત્ર પણ એનાયત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આગામી ૧૦ ડિસેમ્બર સુધી ચાલનાર આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.