ડિસેમ્બર 30, 2025 2:15 પી એમ(PM)

printer

ગાઢ ધુમ્મસને કારણ હવાઇ અને ટ્રેન સેવાઓ પર અસર.. 118 ઉડ્ડયનો રદ

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે આજે રેલ અને હવાઈ સેવાઓ પ્રભાવિત છે. દિલ્હી આવતી 20 થી વધુ ટ્રેનો ત્રણ કલાકથી વધુ મોડી ચાલી રહી છે. ખરાબ હવામાન અને ઓછી દૃશ્યતાને કારણે આજે 118 ઉડાનો રદ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મુસાફરોને નિયમિતપણે તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવા અને સંબંધિત એરલાઇન્સ સાથે સંપર્કમાં રહેવા જણાવ્યું છે.
મંત્રાલયે એરલાઇન્સને મુસાફરોની સુવિધા માટે નિર્ધારિત તમામ નિયમોનું કડક પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.