ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ગાઢ ધુમ્મસના કારણે ફ્લાઇટ અને ટ્રેન સંચાલન ખોરવાયું છે. દિલ્હી રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી જતી લગભગ 18 ટ્રેનો ત્રણ કલાકથી વધુ મોડી ચાલી રહી છે. હવામાનને કારણે હવાઈ મુસાફરી પર પણ અસર પડી છે. દિલ્હી એરપોર્ટ મુજબ, ધુમ્મસવાળા વાતાવરણને કારણે આજે 64 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
આ દરમિયાન, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મુસાફરોને એરલાઇન્સ દ્વારા અપાતી સત્તાવાર માહિતી સાથે અપડેટ રહેવા વિનંતી કરી છે. એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટ સહિતની એરલાઇન્સે મુસાફરોને એરપોર્ટ પર જતા પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપી છે. તેમણે મુસાફરોને એરપોર્ટ પર આગમન અને ચેક-ઇન પ્રક્રિયાઓ માટે વધારાનો સમય રાખવા અને તે મુજબ તેમની મુસાફરીનું આયોજન કરવા પણ કહ્યું છે.
Site Admin | ડિસેમ્બર 29, 2025 2:04 પી એમ(PM)
ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી સહિતના ઉત્તર ભારતના વિસ્તારોમાં ટ્રેન અને હવાઇ સેવા પર અસર.