નવેમ્બર 9, 2024 6:45 પી એમ(PM) | gaza war | unhrc | War

printer

ગાઝા યુદ્ધમાં ભોગ બનનાર લોકો પૈકી 70 ટકા મહિલાઓ અને બાળકો: UNHRC

રાષ્ટ્રના સંઘના માનવ અધિકાર કાર્યાલયે જણાવ્યું છે કે, ગાઝા યુદ્ધમાં ભોગ બનનાર લોકો પૈકી 70 ટકા મહિલાઓ અને બાળકો છે. મૃત્યુ પામનાર પૈકી આશરે 44 ટકા બાળકો હતા.
સત્તાવાર અહેવાલમાં આ યુધ્ધ દરમિયાન આંતરરાષ્ટ્રીય માનવ અધિકારના મૂળભૂત સિધ્ધાંતોના થયેલા ભંગને કડક ટીકા કરવામાં આવી છે. રાષ્ટ્રના સંઘના માનવ અધિકાર એકમના વડા વોકર તર્કે ગાઝામાં નાગરિકોના થયેલા મૃત્યુને વખોડી કાઢ્યા છે. દરમિયાન રાષ્ટ્ર સંઘ ખાતેના ઇઝરાયલના રાજદ્વારી મિશને આ અહેવાલને ફગાવી દીધો છે.